Tuesday, December 24, 2024
Homeરાજ્યપરિણામથી નાસીપાસ નર્સિંગ છાત્રાનો ગળાફાંસો

પરિણામથી નાસીપાસ નર્સિંગ છાત્રાનો ગળાફાંસો

ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ખંભાળિયાની તરૂણીએ જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયામાં રહેતી અને નર્સિંગ અંગેનો અભ્યાસ કરતી મહેસાણાની યુવતીએ નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે શક્તિનગર વિસ્તારમાં રહેતા એક સતવારા પરિવારની 16 વર્ષીય પુત્રીએ માતાના ઠપકાથી વ્યથિત થઈ, આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં હાલ યોગેશ્વરનગરમાં આવેલા વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં 303 નંબરના ફ્લેટમાં રહેતી અને મૂળ મહેસાણામાં બાલાજી રેસીડેન્સી ખાતે રહેતી લીનાબેન વિજયભાઈ સોલંકી નામની 23 વર્ષીય અપરિણીત યુવતી અહીં તેણીના બહેન આરતીબેન સાથે રહી અને નર્સિંગ અંગેનો અભ્યાસ કરતી હતી. સ્ટાફ નર્સની પરીક્ષામાં નપાસ થતા તેને માઠું લાગતા ગઈકાલે પોતાના ફ્લેટના બાથરૂમમાં ફુવારા પર કપડાની લેગીઝ વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજયું હોવાની જાણ આરતીબેન વિજયભાઈ સોલંકી પોલીસને કરી છે.

આ બનાવ બનતા ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ, અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ખંભાળિયા પોલીસે હાલ આપઘાત અંગેની જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બનાવની વિગત મુજબ, આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ડાયાભાઈ ચોપડા નામના સતવારા આસામીની સોળ વર્ષીય પુત્રી શિવાનીબેનને તેણીના માતાએ જન્માષ્ટમીના તહેવાર આવતા હોય, શિવાનીને ઘરકામ માટે કહ્યું હતું. જે અંગે માતાના ઠપકાથી તેણીને મનમાં લાગી આવતા શિવાનીએ ગઈકાલે શુક્રવારે સાંજે પોતાના હાથે પોતાના ઘરના રૂમમાં જઈ અને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી રાત્રીના આશરે આઠેક વાગ્યે તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

- Advertisement -


મૃતક શિવાનીને એક ભાઈ તથા એક મોટી બહેન હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ મૃતકના પિતા હસમુખભાઈ ચોપડાએ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular