Sunday, January 5, 2025
Homeરાજ્યસાત-સાત વર્ષ સુધી દિવ્યાંગ મહિલાનું શોષણ થયું: શિક્ષણજગતમાં કંપારી છોડાવી દે તેવો...

સાત-સાત વર્ષ સુધી દિવ્યાંગ મહિલાનું શોષણ થયું: શિક્ષણજગતમાં કંપારી છોડાવી દે તેવો શરમજનક કિસ્સો

પોલીસ ફરિયાદથી માંડીને સીએમસેતુ સુધી વાત પહોંચ્યા પછી પણ, કોઇ પરિણામ નહીં !!

- Advertisement -


- Advertisement -

રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરીએ ગઇકાલે સવારે એક દિવ્યાંગ દંપતી જિલ્લા કલેક્ટરની રાહ જોઈ રહ્યું હતું. તેવામાં કલેક્ટર આવ્યા અને હોલમાં જ દિવ્યાંગ દંપતીને જોઈ જતા ત્યાં જ ઊભા રહીને તેમની રજૂઆત સાંભળી તો તેઓ પણ અચંબામાં પડી ગયા હતા. મહિલાએ કહ્યું કે, તે સરકારી સ્કૂલના શિક્ષિકા છે અને છ વર્ષ પહેલા શાળાના પ્રિન્સિપાલે જ તેમના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી અને આરોપી રતુ રાયધન ચાવડાની અટકાયત કરી હતી. જોકે ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા અને તે જ સ્કૂલમાં ફરીથી ફરજ બજાવી રહ્યો છે. તે સમયે સીએમ સેતુમાં ફરિયાદ કરતા મુખ્યમંત્રી ડેશ બોર્ડમાંથી કાર્યવાહી કરવા આદેશ આવ્યો હતો છતાં તેની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. હવે તે આરોપી મહિલાને પરેશાન કરી રહ્યો છે તેમજ જ્યાં હતો ત્યાં જ ફરી નોકરી કરી રહ્યો છે.

- Advertisement -

આ ફરિયાદ સાંભળીને કલેક્ટર ઉકળી ઉઠ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી વિગતો માગી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, જે તે સમયે જ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ આવ્યો હતો અને તપાસ કમિટી બનાવવા સૂચના હતી જે હજુ સુધી બની નથી. મહિલા પર દુષ્કર્મ થયું અને છ વર્ષ સુધી ખાતાકીય કાર્યવાહી જ ન થાય તે નિંદનીય છે એટલે તુરંત જ ડીપીઈઓ પાસે જવાબ માગ્યો છે અને ઝડપથી કાર્યવાહી કરવાનું કહ્યું છે.

આ રિપોર્ટ કમિશનમાં પણ મોકલાશે. પીડિતાએ રક્ષણ આપવા માટે મહિલા પોલીસ અધિકારીને બોલાવીને ફોન નંબર અપાયા છે જેમાં તે ફોન કરી શકશે આ ઉપરાંત મહિલા અને બાળ સુરક્ષા અધિકારીને પણ બોલાવીને પીડિતાની ફરીયાદ શું છે તે જાણીને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

- Advertisement -

દુષ્કર્મનો આ બનાવ 2015માં પોલીસ ચોપડે નોંધાયો હતો. જે મુજબ પીડિતા શહેરની ભાગોળે આવેલી સરકારી સ્કૂલમાં ફરજ નિભાવતા હતા ત્યાં 2008માં જ પ્રિન્સિપાલ તરીકે નિમાયેલા રતુ રાયધન ચાવડાએ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું જે સિલસિલો 7 વર્ષ સુધી ચાલ્યો હતો. આખરે મહિલાએ પોતાની બદલી અન્ય સ્કૂલમાં કરાવી નાંખી હતી જેથી રતુએ શિક્ષિકાના ઘરે કેટલાક અસામાજિક તત્ત્વોને મોકલીને ધમકીઓ આપી હતી જેથી ભાંગી પડેલી મહિલાએ 2015માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ અને સીએમ સેતુમાં પણ ફરિયાદ કરી હતી. આ ગંભીર બાબત હોવાથી ગાંધીનગરથી આ મામલે તપાસ સમિતિ બનાવી શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો પણ તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ત્યારથી અત્યાર સુધીમાં આવેલા એક પણ અધિકારીએ તપાસ સમિતિ પણ બનાવી ન હતી.

દિવ્યાંગ દંપતી કચેરીમાં આવ્યું હતું અને ત્યાં દિવ્યાંગો માટે વ્હિલચેરની વ્યવસ્થા પણ છે જોકે કોઇ સ્ટાફે તેમને વ્હિલચેર ન આપતા જિલ્લા કલેક્ટર ગુસ્સે થયા હતા. કચેરીમાં બેસવાને બદલે હોલમાં જ ફરિયાદનો નિવારણ લાવવાનો રસ્તો અપનાવતા આખી કચેરીમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ, શિક્ષણાધિકારી કચેરી તેમજ સમાજ સુરક્ષા અધિકારી સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular