ગોધરામાં આખલાના આતંકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દાહોદ હાઇવે પર આખલાએ એક મહિલાને અડફેટે લેતા તેને ઈજાઓ પહોચી હતી. ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં સંતરોડ ગામની એક મહિલા એસટી બસની રાહ જોઈને રસ્તા પર ઉભી હતી. આ દરમિયાન પાછળથી અચાનક આખલો આવી ચઢ્યો હતો. અને મહિલાને ઊંચકીને હવામાં ઉછાળી હતી. હવામાં ફંગોળાઈને મહિલા રસ્તા પર પટકાઈ હતી.
આખલાના હુમલામાં ઘાયલ મહિલા થોડી મિનિટો સુધી તો ઉભી પણ થઈ શકી ન હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળુ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતુ અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી.