Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની સહકારી બેંકોની ઉત્તમ કામગીરીમાં ધી નવાનગર કો.ઓપ. બેંક પ્રથમ

જામનગર જિલ્લાની સહકારી બેંકોની ઉત્તમ કામગીરીમાં ધી નવાનગર કો.ઓપ. બેંક પ્રથમ

શિલ્ડ અને પ્રશસ્તિપત્ર રાજ્યમંત્રી હકુભાના હસ્તે અપાયા

- Advertisement -

ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા સને 2018-19ના પરિણામોના આધારે રાજ્યની તમામ નાગરિક સહકારી બેંકો માટે એક શિલ્ડ હરિફાઇનું આયોજન સને 2019-20માં કરેલ હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું. આ પરિણામ મુજબ જામનગર શહેરની નામાંકિત બેંક ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ.ને તેની ઉત્તમ કામગીરીના કારણે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું અને તે બદલ ગુજરાત રાજ્યના ફૂડ સિવિલ સપ્લાય અને ક્ધઝયુમર અર્ફેસના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના હસ્તે પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કરેલ હતાં. જેનો સ્વીકાર કરતાં નવાનગર બેંકના મેનેજિંગ ડાયરેકટર રમણીકલાલ શાહ આ સમયે ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ અરવિંદભાઇ તાગડીયા, જિલ્લા સહકારી સંઘ, જામનગરના પ્રમુખ છગનભાઇ પટેલ તથા જામનગર ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પ્રતાપસિ:હ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે. અન્ય તસવીરમાં બેંકના ચેરમેન કિરણભાઇ માધવાણી, વા.ચેરમેન ધીરજલાલ કનખરા, જો.મેને. ડાયરેકટર હિતેશભાઇ પરમાર તથા ડાયરેકટરો ચંદુલાલ શાહ, નાથાલાલ મુંગરા, સુભાષચંદ્ર શાહ, વિજયભાઇ શેઠ, હસમુખભાઇ હિંડોચા, કિરીટભાઇ મહેતા તથા ભરતભાઇ ઓઝા શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે જણાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular