ભાણવડ તાલુકાના આંબલીયારા ગામે રહેતા અશ્વિન ઉર્ફે બકુલ મગનભાઈ લિંબડ નામના 40 વર્ષીય યુવાન દ્વારા પોતાના અંગત લાભ માટે પોતાની વાડીમાં રહેલા મકાનમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રીના પોણા ચારેક વાગ્યે ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા હસમુખ મારખી કારેણા, કેતન ધનાભાઈ કરથીયા, અશ્વિન છગનભાઈ મેઘનાથી, જગા દેવાભાઈ પિપરોતર, મુંજા મેરાભાઇ પાથર, અને નથુ અરજણભાઈ પિપરોતર નામના કુલ સાત શખ્સોને આ સ્થળેથી દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 43,400 રોકડા તથા રૂપિયા 10 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 53,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડાના ભાણવડ પોલીસે રણજીતપરા વિસ્તારમાંથી શૈલેષ બાલુભાઇ સોલંકી, જગદીશ બાલુભાઈ સોલંકી, સુનિલ ભુપતભાઈ મકવાણા અને મનસુખ મોહનભાઈ સોલંકીને જાહેરમાં જુગાર રમતા રૂ. 1,030 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
ભાણવડના આંબલિયારા ગામે ધમધમતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો
સાત ખેલાડીઓ ઝડપાયા