Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતહવે નવરાત્રિ બાદ ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરવા તૈયારી

હવે નવરાત્રિ બાદ ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરવા તૈયારી

- Advertisement -

ગુજરાતમાં માધ્યમિક અને તેથી ઉપરના વર્ગમાં બાદ સરકારે જન્માષ્ટમી પછી બીજી સપ્ટેમ્બરને ગુરૂવારથી ધોરણ 6થી 8માં ઓફલાઈન શિક્ષણ શરૃ કરવા શાળાઓને મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રીએ કહ્યું કે, કોરોના ચેપ નિયંત્રણની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે આગામી સપ્તાહે 30 હજાર શાળાઓમાં 50 ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થશે. ઊપલા વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બાદ ઓક્ટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ 1થી 5 માટે પણ ક્લાસ રૂમમાં શિક્ષણ શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં 18 કે તેથી વધુ વયજૂથના 4.30 કરોડ જેટલા નાગરિકોનું વેક્સિનેશન થયું છે. એકાદ મહિનામાં 12થી 18 વર્ષના બાળકો માટે પણ વેક્સિનેશન શરૂ થવાની શક્યતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે કોવિડ-19ના ચેપના ફેલાવાની સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના ક્લાસરૂમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.

- Advertisement -

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સમક્ષ કહ્યું કે, મંત્રીમંડળના નિર્ણયથી રાજ્યમાં ર0 હજારથી વધુ સરકારી સહિત કુલ 30 હજાર શાળાઓમાં ધોરણ 6થી આઠમાં કુલ 32 લાખ વિદ્યાર્થીઓ માટે બીજી સપ્ટેમ્બરને ગુરુવારથી વર્ગખંડમાં શિક્ષણ શરૂ થશે. આ વર્ગો વિદ્યાર્થીઓની સંખ્યાના 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે. તેના માટે વાલીઓનો સંમતિપત્ર અનિવાર્ય છે. જે વાલી સંમતિ આપે તેમના બાળકોને જ પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. હાલમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે પણ શાળાઓ શરૂ થયા પછી યથાવત જ રહેશે. એલું જ નહી, રાજ્યમાં પહેલાથી ધોરણ 9થી 12ના વર્ગોમાં જે રીતે શિક્ષણકાર્ય ચાલે છે અને તેના માટે ગાઇડલાઇન અમલમાં છે. તેનો ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓએ ચુસ્ત અમલ કરવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular