Thursday, December 26, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક ગેરકાયદેસર રીતે મોરમ ભરેલા અડધો ડઝન ટ્રક ઝબ્બે

ખંભાળિયા નજીક ગેરકાયદેસર રીતે મોરમ ભરેલા અડધો ડઝન ટ્રક ઝબ્બે

પ્રાંત અધિકારી તથા ખાણ ખનીજ સ્ટાફ દ્વારા કરાયું ઓપરેશન

- Advertisement -

ખંભાળિયા- સલાયા માર્ગ પરથી ગત રાત્રીના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં અડધો ડઝન જેટલા ગેરકાયદેસર રીતે મોરમ ભરેલા ડમ્પરને પકડી પાડવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા વિસ્તારના પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા દ્વારા અહીંના ખાણ ખનીજ વિભાગના સ્ટાફને સાથે રાખીને ગઈકાલે કરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત ખંભાળિયાથી સલાયા તરફના રસ્તા પર આવેલા એક તળાવમાંથી કેટલાક શખ્સો દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર તળાવમાંથી મોરમ કાઢવામાં આવતી હતી. પ્રાંત અધિકારી તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં છ જેટલા વાહનો મારફતે લઈ જવામાં આવતો આ પ્રકારનો મોરમનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણ અંગે તંત્ર દ્વારા જમીન માપણી સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular