Wednesday, December 25, 2024
Homeરાજ્યદ્વારકાધીશ મંદિરે ભગવાન કૃષ્ણને હીરા મોતી જડીત ચાંદીના અદ્ભુત આભુષણો અર્પણ કરાયા

દ્વારકાધીશ મંદિરે ભગવાન કૃષ્ણને હીરા મોતી જડીત ચાંદીના અદ્ભુત આભુષણો અર્પણ કરાયા

- Advertisement -

જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન કૃષ્ણને ચાંદીના અદ્ભુત આભુષણો અર્પણ કરવામાં આવ્યા છે. દ્વારકાધામ ખાતે ભગવાનને રોજે અવનવા વાઘા અર્પણ કરવામાં આવતા હોય છે.

- Advertisement -

આજે બુધવારને તા.25ના રોજ દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા ભગવાનને ચાંદીના આભુષણો જેમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, મુગટ અને હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા છે. અંદાજે 1કિલો 600 ગ્રામના આભુષણો દ્વારકાધીશને અર્પણ કરાયા છે.

અંતે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશને ચાંદીના ભવ્ય છતર, પ્રસાદ અને ભોગના વાસણૉ, સગડી, વાઘાઓ, આભુષણૉ , વગેરે પણ મોટી સંખ્યામા દ્વારકાધીશને ભકતો સમયાંતરે અવીરત પણે અર્પણ કરાવેલા છે. તે ઉપરાંત ભગવાનને દરરોજ ચઢાવવામા આવતા વિવિધ પ્રકારના હિરામોતી અને માણેકની માળાઓ અને આકર્ષક આભુષણો પણ વખતોવખત દાનમા આવ્યા છે. જે દ્વારકાધીશને વિવિધ શ્રુગાર વખતે ચઢાવાતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular