Thursday, December 26, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૮.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૫૮.૯૮ સામે ૫૬૦૬૭.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૮૯૯.૯૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૯૮.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૯૪૪.૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૨૦.૨૫ સામે ૧૬૬૫૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૬૧૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૩૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાધારણ મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ ફુગાવો – મોંઘવારીમાં વધારો થવાના સંકેતે એશીયાના બજારોમાં નરમાઈ સાથે યુરોપના બજારોમાં નરમાઈ રહેતા અને સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત સાથે પોઝિટીવ કેસોમાં થવા લાગેલા વધારાની નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી.

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે ટેલિકોમ – રિયલ્ટી શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. અલબત આજે ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેરોમાં ફંડોની આક્રમક તેજી થતાં અને પાવર શેરોમાં તેજી સાથે એનર્જી શેરોમાં ફંડોની લેવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૪ અને વધનારની સંખ્યા ૧૯૯૧ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટસ દ્વારા અત્યારસુધી જાહેર કરાયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં નોંધપાત્ર રિકવરી જોવા મળતા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ૧૮.૫૦% રહેવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું છે. ઉપરાંત રિઝર્વ બેન્કે ૨૧.૪૦%ની ધારણાં મૂકી છે. જોકે વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની અનિશ્ચિતતાએ ભારતીય અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા ઊભી કરી છે અને આવી સ્થિતિમાં ખાધાખોરાકીના ફુગાવામાં વધારો થઈ શકે છે.

વર્તમાન વર્ષનું ચોમાસુ પૂરું થવાને એક મહિનાની વાર છે અને પાકની પ્રગતિ માટે પૂરતો વરસાદ નહીં આવે તો ચિંતામાં વધારો થઈ શકે છે. વર્તમાન વર્ષના મે તથા જુનમાં  રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કની ૨થી ૬%ની મર્યાદાને પાર કરી ગયો હતો. જો કે જુલાઈમાં તે ફરી મંદ પડયો હતો. સામાન્ય કરતા ઓછો વરસાદ ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્ર પર અસર કરશે. વરસાદની અછતની પ્રતિકૂળ અસરને ઘટાડવા સરકારે પોતાના રાહત પગલાંઓ વધારવાની ફરજ પડશે.

તા.૨૬.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૬૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૬૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૬૦૬ પોઈન્ટ થી ૧૬૫૭૫ પોઈન્ટ ૧૬૫૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૫૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૩૦૩ પોઈન્ટ, ૩૫૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઇટન લિ. ( ૧૮૨૯ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૬૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૧૩ થી રૂ.૧૭૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૨ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૪૦ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૧૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • HDFC બેન્ક ( ૧૫૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૫૭ ) :- રૂ.૯૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સન ફાર્મા ( ૭૬૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૮૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૭૦ થી રૂ.૬૬૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૪૩૧ ) :- ૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૭ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular