Friday, December 27, 2024
Homeરાજ્યજામનગર108 ધર્મદાસ મહારાજને 29મી સ્મરણાંજલિ

108 ધર્મદાસ મહારાજને 29મી સ્મરણાંજલિ

- Advertisement -

પ નવતનપુરી ધામના આચાર્ય 108 ધર્મદાસ મહારાજની 29મી સ્મરણાંજલિ કાર્યક્રમ રક્ષાબંધનના દિવસે પ્રણામી સ્કૂલના પટાંગણમાં પૂ. મહારાજની સમાધી સ્થળે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોટા પારાયણ અરજણભાઈ પરિવાર તરફથી રાખવામાં આવી હતી પૂજ્ય આચાર્ય કૃષ્ણમણી મહારાજે આશિર્વચન આપતા જણાવ્યું હતું કે સંતો હંમેશા સમાજ કલ્યાણમાં પોતાનું યોગદાન આપતા હોય છે. આ સંસ્થાના વિકાસ માટે તેમને ખૂબ પ્રયત્નો કર્યા અને સમાજ માટે શિક્ષણ હોસ્પિટલ સ્કૂલ અને ગુરુકુળ આપ્યા વર્તમાન આચાર્ય કૃષ્ણની મહારાજ તેમના આશીર્વાદથી દરેક કાર્યો વિકાસ કરી રહ્યા છે. આ પ્રસંગે ટ્રસ્ટીગણ ડો. પરીખ દિલીપભાઈ આસર, કનકરાય વ્યાસ, ભગવાનજીભાઈ ટ્રસ્ટી મનસુખભાઈ સાંગાણી અને બાઇજીરાજ મહિલા મંડળ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular