જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા યુવાનની તરૂણ પુત્રીનું રણજીત ગણેશસીંહ રાજપૂત નામનો શખ્સ ગત તા.18 ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. તરૂણીના પિતા દ્વારા જાણ કરાતા પીઆઇ આર.બી. ગઢવી તથા સ્ટાફે તરૂણીની શોધખોળ માટે તપાસ આરંભી હતી.