રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે 70 વર્ષમાં દેશમાં જે પણ પૂંજી બની, તેને વેચવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું છે. રેલવે ખાનગી હાથોમાં વેચવામાં આવી રહી છે. સરકાર બધું વેચી રહી છે. ભાજપના સૂત્રનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનું સૂત્ર હતું કે 70 વર્ષમાં કશું થયું નથી. ગઈકાલે નાણામંત્રીએ 70 વર્ષમાં દેશમાં જે કંઈપણ બન્યું તે વેચી દીધું.
રાહુલ ગાંધીએ કહ્યું કે રેલવેને ખાનગી હાથોમાં વેચવામાં આવી રહી છે. કેન્દ્રએ દેશના યુવાનો પાસેથી રોજગાર છીનવી લીધો, કોરોનામાં મદદ ન કરી, ખેડૂતો માટે ત્રણ ખેડૂત કાયદા બનાવ્યા. રાહુલ ગાંધીએ કૃષિ કાયદાઓને લઈને પણ કેન્દ્ર સરકારને ઘેરી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે 1.6 લાખ કરોડના રોડવેઝ વેચ્યા. દેશની કરોડરજ્જુ તરીકે ઓળખાતી રેલવેને 1.5 લાખ કરોડમાં વેચવામાં આવી. કેન્દ્રએ ગેઇલની પાઇપલાઇન, પેટ્રોલિયમની પાઇપલાઇન, બીએસએનએલ અને એમટીએનએલનું પણ વેચાણ કર્યું હતું. કેન્દ્ર સરકાર વેરહાઉસિંગ પણ વેચી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે રેલવે દેશની કરોડરજ્જુ છે. ગરીબ માણસ રેલવે વગર એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરી શકતો નથી. સરકાર 1.50 લાખ કરોડ રેલવે, 400 સ્ટેશન, 150 ટ્રેન અને રેલવે ટ્રેક વેચી રહી છે. રેલવે કર્મચારીઓને ચેતવણી આપતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે જો રેલવેને ખાનગી કંપનીને આપવામાં આવશે તો તમારી રોજગારી પણ જોખમમાં મુકાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જેઓ રેલવે કર્મચારી છે, જ્યારે રેલવેને ખાનગી હાથમાં સોંપવામાં આવશે ત્યારે તમારું શું થશે. તેમણે વીજ ઉત્પાદન, ગેઈલની પાઈપલાઈન, પેટ્રોલિયમ પાઈપલાઈન, બીએસએનએલ-એમટીએનએલ અને વેરહાઉસિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે 26700 કિમી નેશનલ હાઇવે, જેની કિંમત 1.6 લાખ કરોડ છે, 42300 પાવર ટ્રાન્સમિશન, 8 હજાર કિમી ગેઇલ પાઇપલાઇન, 4 હજાર કિમી પેટ્રોલિયમ પાઇપલાઇન, 2.86 લાખ કેબલ કનેક્ટિવિટી, 29 હજાર કરોડ વેરહાઉસિંગ અને 2.10 એલએમટી ફૂટ સંગ્રહ વેચવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર ખાણકામ, 25 એરપોર્ટ, 9 પોર્ટ 31 પ્રોજેક્ટ પણ વેચી રહી છે. નેશનલ સ્ટેડિયમ પણ વેચાઈ રહ્યા છે. તેમને બનાવવામાં 70 વર્ષ લાગ્યા, તે 4 લોકોને વેચવામાં આવી રહ્યા છે. આ જ સાચુ છે. ઉદ્યોગપતિઓને તેમની ભેટ આપવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટિવટ કર્યું હતું કે, આત્મનિર્ભર ભારતનાં જુમલા આપી આપીને આખી સરકાર જ અબજોપતિ મિત્રો પર નિર્ભર કરી દેવાઇ છે. તમામ કાર્યો તેમનાં અબજોપતિ મિત્રોને માટે અને તમામ સંપતિ તેમના માટે 70 વર્ષમાં ઊભી કરવામાં આવેલી સંપતિ મિત્રોને અપાઇ છે.
સંઘ સાથે સંકલિત ભારતીય મજદૂર સંઘ તેમજ ડાબેરીઓ સંચાલિત સિટુ દ્વારા સરકારનાં પ્લાનનો ઉગ્રવિરોધ કરવામાં આવ્યો હતો. જુદી જુદી વિચારધારા ધરાવતા બંને ટ્રેડ યુનિયનોએ તેનો વિરોધ કરીને કહ્યુંહતું કે, આ હિલચાલ દેશ અને કામદારો તેમજ મજૂરોના હિતની વિરૂધ્ધ છે. ભારતીય મજદૂર સંઘે તેને પરિવારની જવેલરી વેચાઇ રહી હોવા સમાન ગણાવી હતી.
રાહુલ-પ્રિયંકાએ સરકારી ‘સેલ’ અંગે આકરાં નિવેદનો આપ્યા
સરકાર અબજોપતિ મિત્રો પર નિર્ભર: દેશ સાથે કાયદેસરની લૂંટ : આરએસએસ પ્રેરિત મજદૂર સંઘે કહ્યું પરિવારના ઘરેણાંઓ વેચાઇ રહ્યા છે