શ્રાવણ માસના ત્રીજા સોમવારે મંદિરે આવનાર ભાવિકો શીશ ઝુકાવી મહાપુજન- આરતી કરાયા બાદ મહાદેવને વિવિધ પુષ્પો બિલ્વપત્રોનો શૃંગાર કરવામાં આવ્યા હતા. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમોં શિવાલયોમાં મહાદેવને નયન રમ્ય શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. વહેલીસવારથી જ શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને મહાદેવને દૂધાભિષેક તથા જળાભિષેક કરી અદભુત શણગારના દર્શન કરી ભકતો ભાવવિભોર બની ગયા હતાં. શિવ મંદિરો બમ બમ ભોલે તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતાં.
જામનગરમાં કાશી વિશ્ર્વનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્ર્વર મહાદેવ, ભીડ ભંજન મહાદેવ, પ્રતાપેશ્ર્વર મહાદેવ, હાટકેશ્ર્વર મહાદેવ, બેડેશ્ર્વર મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ સહિતના અનેક નાના મોટા શિવાલયોમાં ભગવાન શિવને વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો અને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો.