Saturday, December 6, 2025
Homeરાજ્યHUIDના વિરોધમાં ભાણવડના સોની વેપારીઓનું આવેદન...

HUIDના વિરોધમાં ભાણવડના સોની વેપારીઓનું આવેદન…

ભાણવડના સુવર્ણકાર સંઘ વેપારી એસો. દ્વારા વોલમાર્ક અંગેના એચયુઆઇડી કાયદાને રદ્ કરવાની માંગણી કરવામાં આવી છે. એસો. દ્વારા ભાણવડ મામલતદારને પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવ્યાનુસાર એચયુઆઇડીના આ નિયમથી સુવર્ણકારોના વેપાર-ધંધાને નુકસાન થાય તેમ છે. તેથી વેપારીઓ દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાણવડના વેપારીઓએ પણ ગઇકાલે પોતાના વેપાર-ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે સમયે એસો.ના પ્રમુખ ધર્મેશ જાગીયા સહિતના હોદ્ેદારો અને આગેવાનો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular