દ્વારકા તાલુકા ના 52 જેટલા સસ્તા અનાજનાં વેપારીઓ ને રાશન નો જથ્થો યોગ્ય સમયે નાં મળતા આજે દ્વારકા મામલતદાર કચેરીએ દોડી આવ્યા.
સસ્તા અનાજનાં વેપારીઓના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં પૂરતો જથ્થો હોવા છતાં તંત્રની કામગીરી માં ક્ષતિ ને કારણે સસ્તા અનાજનાં વેપારીઓ ને યોગ્ય સમયે અનાજનો જથ્થો નાં મળતા વેપારીઓ કંટાળીને આજે દ્વારકા મામલતદાર ને રજૂઆત અને આવેદન પત્ર આપ્યું હતું.
હાલ સાતમ આઠમ તહેવાર આવી રહ્યો છે ત્યારે સમયસર લોકો રાશન નો માલ નાં મળવાથી લોકો વેપારીઓ પાસે માલ ની ઉઘરાણી કરતા વેપારીઓ દ્વારકા નાં ઈન ચાર્જ મામલતદાર પાસે દોડી આવ્યા હતા.