કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી રવસાહેબ દાનવેએ રવિવારે કહ્યું હતચું કે કોવિડની મહામારીના કારણે ભારતીય રેલ્વેને રૂા. 36 હજાર કરોડનું તોતિંગ નુકસાન થયું હતુ. જો કે તે સાથે તેમણે ભારતીય રેલ્વે માટે ગુડ્ઝ ટ્રેઇનોને સૌથી વધુ કમાણી કરી આપનાર ટ્રેઇન ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઇ થી નાગપુર વચ્ચે બનાવેયા એક્સપ્રેસ હાઇવેને સમાતંર બુલેટ ટ્રેઇનના પાટા નાંખવામાં આવશે અને હાલ તેનું કામ પૂરજોશમાં ચાલુ છે. જાલના ખાતે એક અંડરબ્રિજની ખાતમુહૂર્ત વિધિ દરમ્યાન એકઠી થયેલી મેદનીને સંબોધતા તેમણે આ માહિતી આપી હતી.
ભારતીય રેલ્વેની પેસેન્જર ટ્રેઇનો મોટાભાગે નુકસન કરતી હોય છે. જો મુસાફરીના ભાડાં વધારીએ તો તેની સીધી અસર મુસાફરો ઉપર પડે છે ડે અમે કરી શકીય તેમ નથી. કોવિડની મહામારીના સમય દરમ્યાન રેલ્વેને રૂ. 36000 કરોડનું નુકસાન થયું હતું એમ રેલ્વે રાજ્યમંત્રીએ કહ્યું હતું. ફક્ત ગુડ્સ ટ્રેઇન દ્વારા જ આવક ઉભી કરી શકાઇ હતી. કોરોના મહામારી દરમિયાન ગુડ્સ ટ્રેઇનોએ અત્યંત મહત્વની ભૂમિક ભજવી હતી એટલું જ નહીં પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે ખાદ્ય સામગ્રી સહિતનો માલસામાન પહોંચાડીને આ ટ્રેઇનોએ લોકો પણ રાહત આપી હતી એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે મુંબઇ-નાગપુર એક્સપ્રેસ હાઇવેની સમાતંરે બુલેટ ટ્રેઇનના પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે અને હાલ આ પ્રોજેક્ટ ઉપર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે.