Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકેવડિયામાં નર્મદા તટે થશે હરિદ્વાર-વારાણસી જેવી આરતી

કેવડિયામાં નર્મદા તટે થશે હરિદ્વાર-વારાણસી જેવી આરતી

14 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઘાટ પર પ્રધાનમંત્રી મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ થાય તેવી શકયતા

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે, તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે. પીએમ મોદી આ ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય 50 કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે. આ સાથે જં ગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જોડીને જોવ જઈ શકે એવી હાલ શક્યાતા જોવા મળી રહી છે. તંત્ર આ બાબતે કોઈપણ જાતની સૂચના હોવાની વાત કરી રહ્યું છે. પરંતુ ઙખઘ માંથી ઈખઘમાં વડાપ્રધાનની ગુજરાત, કેવડિયા મુલાકાતની તૈયારીઓની સૂચના મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular