શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે બળેવ પૂર્ણિમા નિમિત્તેે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરને મોરમુકુટ સાથેના વિશેષ શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. બપોરે 12 કલાકે રાજભોગ સમયે ઠાકોરને પૂજારી પિરવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યા હતા. ઠાકોરને મોરમુકુટના વિશેષ શૃંગાર સાથે રાખડી અર્પણ કરાઇ હતી. મહાભારતની પૌરાણિક કથા અનુસાર એક્વાર ભગવાન શ્રીકૃષ્ણના માનેલા બહેન દ્રૌપદીએ કૃષ્ણ જયારે શેરડી ખાતા હતા ત્યારે અચાનક કૃષ્ણ ભગવાનને હાથમાં વાગી જતાં દ્રૌપદજીએ પોતાના વસ્ત્રમાંથી ચીર કાઢીને ભગવાનને હાથમાં બાંધી હતી. બહેનના આ ૠણને ભગવાને બાદમાં રાજસભામાં દ્રૌપદીના દુશાસન દ્વારા ચીરહરણની કુચેષ્ઠા વખતે બહેન દ્રૌપદીના ચીર પૂર્યા હતા. આ રીતે ભગવાને માનેલી બહેનની રક્ષા કરી હોય અને ભાઇબહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવાર વખતે આ પ્રસંગને અચૂક યાદ કરવામાં આવે છે.