Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં આઠ જૂગારદરોડામાં આઠ મહિલા સહિત 43 શખ્સ ઝબ્બે

જામનગર જિલ્લામાં આઠ જૂગારદરોડામાં આઠ મહિલા સહિત 43 શખ્સ ઝબ્બે

- Advertisement -

- Advertisement -

જામજોધપુરના ટીંબા જવાના માર્ગ પરથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.33,660 ના મુદ્દામાલ સાથે અને મેઘપરમાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.11,720 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.10800 ની રોકડ રકમ સાથે તેમજ ખીમરાણા ગામમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.10270 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જામજોધપુરના સડોદરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને અને જામનગરના ભીમવાસમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના સીન્ડીકેટ સોસાયટીમાંથી તીનપતિ રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો અને દરેડમાંથી ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના મોટા વડિયાથી કૃષ્ણગઢ ટીંબા જવાના માર્ગ પર આવેલા તળાવ નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રાજેશ પરષોતમ ધોકિયા, દિલીપ પીઠા ભારવડિયા, ભરત દેવશી કરંગીયા, દેવાણંદ નારણ કરંગીયા, ભરત કરશ ભોચિયા, હેમત મારખી કરંગીયા નામના છ શખ્સોને રૂા.18,160 ની રોકડ રકમ અને રૂા.15,500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.33,660 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે રેઈડ પૂર્વે હેમંત કેશુ કરંગીયા અને ભીખા સીદા ખવા નામના નાશી ગયેલા બે સહિતના આઠ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર નજીક જાહેરમાં જૂગાર રમતા અજય પીઠા વાળા, કાળુ રામજી ગોરી, લલનકુમાર હરગોવિંદ મહતો, ધીરુ બીજલ દુધરેજીયા નામના ચાર શખ્સોને રૂા.11,720 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 39 મા વાલ્મિકી વાસમાં તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ દેવજી સોલંકી, કાનજી શંકર ઠાકેચા, ભરત શંકર નારોલા, યાજ્ઞિક પ્રવિણ સોલંકી, રોહિત કિશોર ચૌહાણ નામના પાંચ શખ્સોને રૂા.10800 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા લક્ષ્મણ જાદા માંડવીયા, મોહન રવજી ચૌહાણ જસા સામજી ધારવીયા, વીરજી લાલજી માંડવીયા, ભગવાનજી ઉર્ફે ભીખો મનજી કઠેશીયા નામના પાંચ શખ્સોને રૂા.10,270 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામજોધપુર તાલુકાના સડોદર ગામની સોસાયટીમાંથી જૂગાર રમતા કિશોર જેન્તી વારગ્યા, અનિલ ભરત વારગ્યા, મહેશ રામા ચાંડપા, જીજ્ઞેશ પુરણદાસ ગાંજણ, નિલેશ મુકેશ રાઠોડ નામના પાંચ શખસોને રૂા.5220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠો દરોડો, જામનગરના ભીમવાસ વિસ્તારમાંથી જૂગાર રમતા કાંતિ મોહન ખીમસૂરિયા અને પાંચ મહિલા સહિત છ શખ્સોને રેઈડ દરમિયાન પોલીસે રૂા.3270 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગરના સીન્ડીકેટ સોસાયટી વિસ્તારમાંથી જૂગાર રમતા મેરુ અજા કેર, રણજીત અજા કેર અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2440 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો, જામનગર તાલુકાના દરેડના ગોદરીયા વાસમાં પુલિયા પાસેથી તીનપતિનો જૂગાર રમતા ગીરધારી બાલસ્વરૂપ કુરમી, મોહન નન્હે કાછી, લોકેન્દ્ર હરીશચંદ્ર યાદવ, રામશરુ કિશનદાસ કુરમી નામના ચાર શખ્સોને રૂા.1170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular