Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતભાજપાના બે સાંસદો વિરૂધ્ધ આગળ વધતી અદાલતી કાર્યવાહી

ભાજપાના બે સાંસદો વિરૂધ્ધ આગળ વધતી અદાલતી કાર્યવાહી

ગુજરાતમાં એક પણ ધારાસભ્ય વિરૂધ્ધ લોકપ્રિતિનિધિત્વ ધારાની કલમો હેઠળ કોર્ટમાં ગુનાઓ ફ્રેમ થયેલાં નથી

- Advertisement -

- Advertisement -

ગુજરાત ભાજપાના બે સાંસદો આણંદના મિતેશપટેલ તથા જૂનાગઢના રાજેશ ચૂડાસમા સામે નોંધાયેલા ગંભીર ગુનાઓ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 8(1), 8(2) અથવા 8(3) હેઠળ કોર્ટમાં ફ્રેમ થયેલા છે, જો આ ગુનાઓ સાબિત થઇ જાય તો તેમનું સંસદસભ્યપદ રદ થઇ શકે તેમ છે.

સર્વોચ્ચ અદાલતે વખતો વખત તેના ચુકાદામાં આ બધા કેસનો ઝડપથી એક વર્ષમાં ટ્રાયલ ચલાવી નિવેડો લાવવાથી માંડીને, આ સંસદસભ્યોને ફરી ટિકિટ નહીં આપવાના હુકમ સહિત છેલ્લે કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ રાજકીય પાર્ટીને દંડ પણ કરેલો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર દ્વારા આ સાંસદો સામે ઝડપથી પગલાં લેવા કોર્ટને રજૂઆત થઇ છે.

એડીઆરના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આવા ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા અને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમો હેઠળ ચાર્જ ફ્રેમ થયેલા દેશમાં કુલ 67 સાંસદો અને 296 ધારાસભ્યો છે. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, 182 પૈકી અનેક ધારાસભ્યો ગુનાખોરીનો ઇતિહાસ ધરાવે છે. પણ આમાથી એકેય ધારાસભ્ય સામે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમો હેઠળ કોર્ટમાં ગુનાઓ ફ્રેમ થયેલાં નથી.

સાંસદ મિતેશ પટેલ સામે આઇપીસી 436 હેઠળ ઘર ઉપર વિસ્ફોટક પદાર્થ નાંખી હુમલો કરવાના, આઇપીસી 332 હેઠળ પ્રજા સેવક ઉપર હુમલો કરી તેને ફરજ બજાવતો રોકવાના, આઇપીસી 370 મુજબ ઘરમાં ચોરી કરવાના, આઇપીસી 147 અને 148 મુજબ રાયોટીંગ તથા ઘાતક હથિયારોથી રાયોટીંગના બે ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના ગુનાઓ લાગેલાં છે.

જયારે સાંસદ રાજેશ ચુડાસમા સામે આઇપીસી 354 હેઠળ મહિલા ઉપર ઘાતક હુમલો કરવાના, આઇપી 403 મુજબ ભ્રષ્ટાચાર આચરીને આવક કરતાં વધુ મિલકતો વસાવવાનો તથા આઇપીસી 114 હેઠળ ગુનામાં મદદગારી કરવાનોગુનો નોંધાયેલો છે. જે કુલ સાંસદો-ધારાસભ્યો સામે નોંધાયેલા ગુનાઓ એલપી એકટ હેઠળ અદાલતમાં ફ્રેમ થયેલાં છે. તેમાં ભાજપાના 32 સાંસદો અને 51 ધારાસભ્યો, કોંગ્રેસના 10 સાંસદો અને37 ધારાસભ્યો, આમ આદમીપાર્ટીના 10 ધારાસભ્યો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક સાંસદ અને 7 ધારાસભ્ય તથા બહુજન સમાજ પાર્ટીના 2 સાંસદોનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular