ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના સ્વાલા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેકરી પરથી એક પહાડનો ભાગ ધારાશાઈ થયો હતો. ત્યાં ઉભેલા યાત્રિકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. ભૂસ્ખલનના કારણે વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ હતી. ભૂસ્ખલનના પરિણામે આજુબાજુમાં 200 મીટર સુધી પ્રમાણમાં કાટમાળ અને પથ્થરો એકઠા થયા છે. જેના પરિણામે બે દિવસ રસ્તો બંધ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂસ્ખલનનો આ ભયાનક વિડીઓ પણ સામે આવ્યો છે.
NH વિભાગના કાર્યપાલક ઇજનેર એલ.ડી.માથેલાએ જણાવ્યું હતું કે આશરે 150 મીટરની ઉંચાઈ પરથી ખડક પડવાના કારણે હાઇવે અવર-જવર ખોરવાઇ છે.