રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન પણ ઊદ્યોગ-વેપાર જગતને પૂન:વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 હજાર કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું.
આજે રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએરાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. જીઆઈડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠકના પગલે ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
જેમાં, ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા-મોટેરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારાઇ-વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં.
ઔદ્યોગિક, રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલ ભાવવધારો નાણાંકીય વર્ષ 2021-22 માટે મોફૂફ કરવામાં આવી.
જે ઊદ્યોગકારો દ્વારા અગાઉની નીતિ અંતર્ગત સમય મર્યાદાનો લાભ મેળવી શકેલ નથી તથા જેઓએ માર્ચ ૨૦૨૨ સુધી લાભ મેળવેલ છે તેવા ઊદ્યોગકારોને માર્ચ ૨૦૨૩ સુધી વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી છે.
કોરોનાની બીજી લહેર બાદ ઊદ્યોગકારો, MSME એકમોને આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા છે.