દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારી સભ્ય રામભાઈ ખુંટી અને ખંભાળિયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ વેજાણંદભાઈ માડમ, મહામંત્રી લખમણભાઈ ભોચીયા અને એચ.ટી.એ.ટી. અધ્યક્ષ પ્રકાશભાઈ ગોજીયા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વતી જિલ્લા સાંસદ સભ્ય પૂનમબેન માડમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમાભાઈ જોગલ,જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શિક્ષક સર્વેક્ષણ કસોટી, પરીક્ષાનો બહિષ્કાર બાબતે રજુઆત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી શિક્ષકોનો અવાજ પહોંચાડવા સૌ ને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવી હતી.