રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. એક તરફ દિલ્હીવાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી બાજુ ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ભરાયેલું પાણી મુશ્કેલીનું કારણ બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો તકલીફમાં મુકાયા છે. દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાવાના કારણે પરિવહન પ્રભાવિત થયું છે અને ડીટીસી બસ પણ ખરાબ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે આઝાદ માર્કેટ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આઝાદ માર્કેટ અંડરપાસમાં 1.5 ફૂટ સુધીનું પાણી ભરાયું છે. ઉપરાંત પાણી ભરાવાના કારણે મિંટો બ્રિજ પર પણ વાહનોની અવર-જવર પ્રભાવિત થઈ છે. તે સિવાય મૂલચંદ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.