32 વર્ષની એક ટોપ મોડલની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જૂહુ સ્થિત ફાઈવ સ્ટાર હોટલથી ધરપકડ કરી છે. આ મોડલ પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યાં મુજબ આ મોડલે પોતાના રેકેટમાં ટીવી એક્ટર્સ, અને મોડલ્સને સામેલ કર્યા હતા. આ દરમિયાન બે અન્ય અભિનેત્રીઓનું રેસ્ક્યુ પણ કરાયું.
દરોડા દરમિયાન જે મોડલ અને અભિનેત્રીને બચાવવામાં આવી છે તે એક પ્રોમિનન્ટ એન્ટરટેઈન્મેન્ટ ચેનલ સાથે કામ કરી ચૂકી છે. આ ઉપરાંત એક સાબુની જાહેરાતમાં પણ કામ કરી ચૂકી છે. એક્ટરને સેક્સ રેકેટમાં 4 લાખ રૂપિયાની રકમ આપીને સાઈન કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચને સૂચના મળી તો તેણે રેડ પાડીને આરોપીઓની ધરપકડ કરી લીધી. તેમના વિરુદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.
મુંબઇમાં 32 વર્ષની એક ટોપમોડેલ સેકસ રેકેટમાં ઝડપાઇ ગઇ !
એક અભિનેત્રીનો રૂા.4 લાખમાં સોદો થયેલો: અન્ય બે અભિનેત્રીઓનું રેસ્કયૂ કરવામાં આવ્યું