Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતવાડી ખેતરોની વાંધાભરી માપણી પછી હવે, ગામડાંઓમાં મિલ્કતોની માપણી

વાડી ખેતરોની વાંધાભરી માપણી પછી હવે, ગામડાંઓમાં મિલ્કતોની માપણી

કેન્દ્ર સરકારની ‘સ્વામિત્વ’ યોજનાનો ગાંધીનગરથી અમલ શરૂ થશે, ડ્રોનની મદદથી

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ યોજના માટે ગાંધીનગર જિલ્લાની પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ યોજનાના સુચારું આયોજન અર્થે આગામી તા. 24મી ઓગસ્ટના રોજથી ગાંધીનગર તાલુકાના પાંચ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.

- Advertisement -

ભારત સરકારના પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા મિલકતોની માપણી કરવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ભારત- રાજય સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસુલ વિભાગના સંયુક્ત રીતે કામ કરશે.

આ પાઇલોટ પ્રોજેકેટના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, પ્રાંત અધિકારી, જિલ્લા નોંધણી નિરીક્ષક, નાયબ નિયામક, જમીન દફતર/ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડઝ, તાલુકા વિકાસ અધિકારી, ડિસ્ટ્રીક્ટ ઇન્ફોમેટિકસ ઓફિસર અને સરવે ઓફ ઇન્ડિયાની કમિટી બનાવવામાં આવી છે.

- Advertisement -

આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની રહેણાંક જમીનનું માપન ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે. જે સર્વેક્ષણ અને માપણીની નવીનતમ ટેકનીક છે. ગામતળમાં આવતી દરેક મિલકતને ડ્રોનથી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ મેપ કરવામાં આવશે. દરેક ધરના પ્રોપર્ટી કાર્ડ સચોટ માપનના આધારે બનાવવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ખાનગી મકાનો, છાપરાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ચૂનો લગાવવામાં આવશે.

આ યોજના થકી ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકને માલિકીના હક્કો મળશે. માલિકી ગ્રામજનોને તેમની સંપત્તિના આર્થિક ઉપયોગ માટે લોન લેવામાં સક્ષમ બનાવશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધારને કારણે, તેમનું મૂલ્ય પણ વધશે. આ યોજના થકી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરાની હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે.

- Advertisement -

આ આવકથી પંચાયતો ગ્રામીણ નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામના રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે. આ રેકાર્ડનો ઉપયોગ પુનપ્રાપ્તિ, મકાન બાંધકામ માટેની પરવાનગી આપવા, ગેરકાયદેસર વ્યવસાયને દૂર કરવા વગેરે માટે થઇ શકશે.

સરવે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવિઝડ ટેક્નોલોજી ઈન વિલેજ એરિયા (સ્વામિત્વ) યોજના હેઠળ ગામડાંઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરાશે. સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાંના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકાર બનાવડાવશે.

પ્રોપર્ટી કાર્ડના આધારે ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકી હક્કો મળશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધારને કારણે, તેમનું મૂલ્ય પણ વધશે. યોજનાથી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરા હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામનાં રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular