મુંબઇના કાંદિવલી ઇપીએફઓ કાર્યાલય ખાતે ઓગસ્ટ મહિનામાં થયેલા આંતરિક ઓડિટ દરમિયાન રૂપિયા 21 કરોડનું ઉપાડ કૌભાંડ સામે આવતાં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંગઠનએ દેશભરના ઇપીએફઓ કાર્યાલયમાં તાજેતરમાં અને ગયા નાણાકીય વર્ષમાં થયેલા તમામ નાણાકીય વ્યવહારોની તપાસ કરવા નિર્ણય લીધો છે. ખાસ કરીને કોરોના મહામારી સમયમાં મોટાપાયે નોકરીઓ જતાં આવકો ઘટી તે સંજોગોમાં કર્મચારીઓને પીએ ભંડોળમાંથી ઉપાડ કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. તે સમયગાળાના વ્યવહારોની ખાસ તપાસ કરવામાં આવશે.
મુંબઇ ખાતેના કાંદિવલી ઇપીએફઓ કાર્યાલય ખાતે 37 વર્ષના ક્લાર્ક ચંદનકુમાર સિંહાએ કોરોનાકાળમાં ખાસ કરીને માઇગ્રન્ટ કામદારોના 817 જેટલાં બેન્ક ખાતાનો ઉપયોગ કરીને કામદારો વતી રૂપિયા 21.5 કરોડનો ખોટી રીતે ઉપાડ કરી લીધો હતો. આ હકીકત બહાર આવતાં મુંબઇ કાંદિવલી શાખાના છ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.
પ્રોવિડન્ટ ફંડની કામગીરી અંગે કામદારોએ જાગૃત રહેવું: ગમે ત્યારે કૌભાંડ થઇ શકે !
મુંબઇની કચેરીમાં કલાર્ક સહિતના છ કર્મચારીઓએ રૂા.21 કરોડનું કૌભાંડ કર્યું