Thursday, December 26, 2024
Homeરાજ્યલાલપુરના મેઘનુગામમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી

લાલપુરના મેઘનુગામમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘનુગામના વાડીવિસ્તારમાં રહેતી આદિવાસી મહિલાએ તેણીના ઘરે ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલની સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘનુગામના વાડીવિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતાં લતાબેન અર્જુન માવી (ઉ.વ.22) નામની મહિલાને તેણીના પતિ અર્જુન તા.13ના રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં તેની પુત્રી સેજલ રડતી હતી તે બાબતે પત્નીને પુછતાં લતાબેન તેની પુત્રીને લઇને રૂમમાં ચાલી ગઇ હતી અને થોડીવાર બાદ લતાબેનને ઉલ્ટી થતાં પતિએ પુછયું તો ઝેરી દવા પી લીધી હોવાનું પત્નીએ જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનો તબિબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિ અર્જુનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular