Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅફઘાનિસ્તાનના આ બે સ્થાન જ્યાં હજુ તાલિબાનોનો કબ્જો નથી

અફઘાનિસ્તાનના આ બે સ્થાન જ્યાં હજુ તાલિબાનોનો કબ્જો નથી

જાણો કયા બે સ્થાન જ્યાં તાલિબાનો પાછા પડયા…

- Advertisement -

કાબુલ ફતેહ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ 20 વર્ષ બાદ ફરી કબ્જો જમાવી લીધો છે. પરંતુ, અફઘાનિસ્તાનમાં હજુ બે સ્થાનો એવા છે જ્યાં તાલિબાનોનો કબ્જો નથી. જેમાંનું એક સ્થાન છે કાબુલ એરપોર્ટ જ્યારે બીજું સ્થાન છે પંજશીર. કાબુલના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ અમેરિકી સૈન્યનો કબ્જો છે. એરપોર્ટનું ઓપરેશન સંપૂર્ણપણે અમેરિકીઓના હાથમાં છે. જ્યાં સુધી અમેરિકાના નાગરિકો અફઘાનિસ્તાન નહીં છોડે ત્યાં સુધી એરપોર્ટ પર અમેરિકા પોતાનો કબ્જો જાળવી રાખશે. જ્યારે અફઘાનિસ્તાનના 34 પૈકી પંજશીર પ્રાંત એવું છે જેના પર હજુ તાલીબાનો કબ્જો કરી શકયા નથી.

પંજશીરે જો તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ તો તે બહુ મોટી ઘટના હશે. પંજશીરના નેતા અહમદ મસૂદે તાલિબાન સામે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમનુ એક નિવેદન સામે આવ્યુ છે અને તેમાં તેઓ તાલિબાન સાથે વાત કરવા માટે તૈયાર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જોકે પંજશીરના નેતાઓએ તાલિબાન સાથે સમાધાનને હજી સમર્થન આપ્યુ નથી.

બીજી તરફ પંજશીરના નેતા અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની એક મિટિંગની તસવીર પણ સામે આવી છે. કાબુલ પર તાલિબાના કબ્જા પછી સાલેહને પંજશીરમાં છેલ્લે જોઈ શકાયા હતા. એવુ મનાય છે કે, અમરુલ્લાલ સાહેલ હવે અહેમદ મસૂદ સાથે મળીને તાલિબાનો મુકાબલો કરવા માટે રણનીતિ બનાવી રહ્યા છે.

અહેમદ મસૂદના પિતા અહેમદ શાહ મસૂદ એક સમયે અફઘાનિસ્તાનમાં સૌથી શક્તિશાળી નેતા હતા. તેમણે અફઘાનિસ્તાનમાં રશિયાનો કબ્જો થયો ત્યારે રશિયન સેનાનો મુકાબલો કર્યો હતો. જોકે રશિયા પણ પંજશીર પર પોતાનો કબ્જો મજાવી શક્યુ નહોતુ.

અલકાયદા અને તાલિબાને તેમની 2001માં ન્યૂયોર્ક પરના હુમલાના બે દિવસ પહેલા હત્યા કરી નાંખી હતી. અહેમદ મસૂદ પણ પિતાના પગલે ચાલીને તાલિબાનનો મુકાબલો કરી રહ્યા છે. તાલિબાન સામે પંજશીર પ્રાંતને આશાનુ છેલ્લુ કિરણ તરીકે જોવામાં આવી રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular