મોસ્કો નજીક રશિયન સૈન્યનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા. જે ત્રણેના મૃત્યુ નીપજ્યા છે. એરક્રાફ્ટ બનાવતી કંપની યૂનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને અકસ્માતની પુષ્ટિ કરી છે.
આ દુર્ઘટનાનો જે વિડીઓ સામે આવ્યો છે તેમાં વિમાન ઓછી ઉંચાઈ પર ઉડતું જોવા મળી રહ્યું છે. જેના એક પંખામાં આગ લાગી ગઈ, જેના કારણે પહેલા વિમાન એક શાર્પ કટ લઈને જમીન પર પડે છે. યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન IL-112V નું ટેસ્ટિંગ જુના એન્ટોનોવ AN 26 ના વિકલ્પ તરીકે કરી રહ્યા છે.


