અફઘાનિસ્તાનમાં તાલિબાને ભલે પોતાની જીત ના એલાન સાથે યુદ્ધના અંતનું એલાન કર્યું હોય પરંતુ હજુ લોકો તાલિબાનના શાશનના ડરથી અફઘાનિસ્તાન છોડી રહ્યા છે અને કબુલ એરપોર્ટ તરફ દોટ મૂકી રહ્યા છે. આ ભાગવાની અફરાતફરીમાં લોકો પોતાનો જીવ પણ જોખમ માં મૂકી રહ્યા છે.
એક સ્થાનિક ન્યુઝ એજેન્સી AsvakaNews એ પ્રસ્સિધ કરેલ અહેવાલ અને વિડીયો મુજબ C-17 પ્લેન પર લટકેલા લોકો નીચે પટકાતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો ટેકઓફ કરતા વિમાનની નીચે પણ ભાગી રહ્યા છે.
ઉડતા વિમાનમાંથી ત્રણ લોકો નીચે પટકાયા : VIDEO
કાબુલથી નીકળવા માટે અમેરિકન વિમાન પર લટકીને જઈ રહ્યા હતા લોકો