હિમાચલપ્રદેશમાં કુદરતી કહેર યથાવત છે. કિન્નોર દુર્ઘટના બાદ આજે ફરી શિમલા જીલ્લાના નલદા ગામમાં ભૂસ્ખલન થયું છે. જેના પરિણામે નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે, કારણકે પહાડનો મોટો ભાગ તૂટીને ચિનાબ નદીમાં પડ્યો છે. જેના પરિણામે પાણીનો પ્રવાહ અટકી ગયો છે. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
પાણીનો પ્રવાહ અટકી જવાના પરિણામે નદી કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ગામડાઓને ખાલી કરવવામાં આવી રહ્યા છે.