હળવદ તાલુકાના ચરાડવા ઈશ્વરનગર ગામે જવાના રસ્તે કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર પસાર થતાં પોલીસે પીછો કરતા પોલીસના ડરથી બુટલેગર કાર કેનાલમાં નાખીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા 55 વિદેશી દારૂની બોટલ, 24 નંગ બિયર, કાર મળીને કુલ 2,73,900નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.હળવદ-ધ્રાંગધ્રા-માળિયા-કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસને સંતાકૂકડી રમાડીને દારૂની હેરાફેરી કરતા હોય છે.
આવો જ એક બનાવ મંગળવારે રાત્રે હળવદ તાલુકાનાં ચરાડવાથી ઈશ્વરનગર ગામ જવાના રસ્તા પર કાર પસાર થતા પોલીસેને જોઈને બુટલેગર કાર પૂરઝડપે ચલાવવા લાગ્યો હતો. શંકાસ્પદ કારની પોલીસ નજીક પહોંચતા તે દરમિયાન બુટલેગર પોલીસથી બચવા માટે કાર કેનાલમાં નાખીને નાસી છૂટ્યો હતો. જ્યારે ફરાર શખસની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પી.આઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, મનસુખભાઈ વિનુભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.પોલીસે કારમાંથી શરાબની 55 બોટલ અને બિયરના 24 ટીન તથા જીજે.10.બીજી.1974 નંબરની સ્વિફટ કાર સહિત કુલ 2,73,900નો મુદ્દા માલ કબ્જે કર્યો છે. જો કે, કાર કેનાલમાં નાંખ્યા પછી બુટલેગર પોલીસના હાથમાં આવ્યો નથી.
હળવદ નજીક પોલીસે પીછો કરતાં, શરાબના ધંધાર્થીએ દારૂ ભરેલી કાર કેનાલમાં નાંખી દીધી
શરાબ-બીયર ભરેલી આ સ્વિફટ જામનગર પાસિંગની હોવાનું જાહેર