Friday, January 10, 2025
Homeરાષ્ટ્રીયઆતંકવાદીઓએ ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો, 4વર્ષના બાળકનું મોત, 7ઘાયલ

આતંકવાદીઓએ ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો, 4વર્ષના બાળકનું મોત, 7ઘાયલ

4 દિવસ અગાઉ ભાજપના અન્ય નેતાની ગોળી મારીને હત્યા કરાઈ હતી

- Advertisement -

જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લામાં આતંકવાદીઓએ ભાજપના નેતા જસબીરસિંહ પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં 7લોકો ઘાયલ થયા છે. અને જસબીરસિંહના 4વર્ષના ભત્રીજાનું મૃત્યુ થયું છે. ગઈકાલના રોજ તેમનો પરિવાર ઘરની અગાસી પર હતો તે દરમિયાન આતંકવાદીઓને ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

- Advertisement -

જમ્મુકાશ્મીરના ડીજીપીએ ગ્રેનેડ હુમલાની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક સંગઠનો દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે.  પોલીસે હુમલાખોરોને શોધી કાઢવા માટે તપાસ શરુ કરી છે. ત્યારે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 9 ઓગ્સ્ટના રોજ અનંતનાગમાં  આતંકીઓએ ભાજપના નેતા ગુલામ રસુલડાર અને તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારે 4દિવસમાં ભાજપના નેતા પર હુમલો કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular