કાશ્મીર માંથી કલમ 370 નાબુદ થયાને બે વર્ષ થઇ ચુક્યા છે. બે વર્ષ પહેલા જમ્મુ -કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું, તેમજ કલમ 370 નાબૂદ કરીને ઘણા વધુ ફેરફારો કરવામાં આવ્યા હતા. આ ફેરફારો પછી, કેન્દ્ર સરકાર પાસેથી લોકસભામાં માહિતી માંગવામાં આવી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં 370 નાબૂદ કર્યા પછી, કેટલા બહારના લોકોએ જમીન ખરીદી છે? જેનો કેન્દ્ર સરકારે મંગળવારે જવાબ આપ્યો અને કહ્યું કે માત્ર બે લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદી છે.
ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ થયા બાદ બહારથી માત્ર બે લોકોએ જમ્મુ -કાશ્મીરમાં બે મિલકતો ખરીદી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.