ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ વર્ષે ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હોવાથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઓગસ્ટમાં પણ ઘણો સારો વરસાદ થશે. રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં 7 વર્ષની સરખામણીએ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28 ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ 2017થી 2020નાં વર્ષમાં 9 ઓગસ્ટ સુધીમાં 50 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ 44 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટના અંત સુધી કોઈ વરસાદી સીસ્ટમ સક્રિય ન હોવાથી નહિવત વરસાદની જ સંભાવનાઓ છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પ્રશાંત સાગરને પ્રભાવિત કરનારી લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બર સુધી આવી શકે છે. વૈશ્વિક હવામાન સાથે જોડાયેલી લા નીનાની સ્થિતિના કારણે ભારતમાં સામાન્યથી વધારે સીઝનલ વરસાદ અને ઠંડી પડી શકે છે. વિભાગે કહ્યું કે, સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થઈ શકે છે અને ત્યારે લા નીનાની સ્થિતિ બનશે. ઓગસ્ટના અંત સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ રાજ્યના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું