ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ પરત ફર્યા છે. તેઓનું દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હોટેલ અશોકામાં તેમનો સન્માન સમારોહ યોજાયો છે. મેડલ વિજેતા રમતવીરોને મળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7મેડલ જીત્યા છે. જેમાં 1ગોલ્ડ,1સિલ્વર અને 5બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જે અત્યારસુધીના ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ છે.
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાનું સ્વાગત કરાયું લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી
સિલ્વર મેડાલીસ્ટ રવિ દહિયા અશોકા હોટેલ ખાતે સન્માન સમારોહમાં જવા રવાના
ભારતીય પુરુષ હોકી ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર બજરંગ પુનિયાના સ્વાગતમાં લોકોની ભીડ ઉમટી
ટોક્યોથી પરત ફરેલી મહિલા હોકી ટીમે હોટેલ અશોકા પહોંચીને કેક કાપ્યું