ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને જે બીમારી હતી તેવી જ બીમારી રાજ્યના ગીરસોમનાથ જીલ્લામાં રહેતા 4માસના બાળક વિવાનને હતી. તેને પણ ઈલાજ માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેકશનની જરૂર હોવાથી માતા-પિતા લોકોપાસે મદદ માંગી રહ્યા હતા. પરંતુ ઇન્જેક્શન માટે રકમ એકઠી થાય તે પહેલા જ વિવાન ઝીંદગી સામેનો જંગ હારી ગયો છે. જેના લીધે તેનો પરિવાર તથા રાજ્યના અનેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના 4 માસના વિવાને ગઈકાલે અંતિમ શ્વાસ લીધો. વિવાનની સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂર હોવાથી તેના માતાપિતા ફંડ એકઠું કરવા માટે રસ્તા પર આવ્યા હતા. અને છેલ્લા ઘણાં સમય થી ચાલી રહેલ “મિશન વિવાન” નો દુઃખદ અંત આવ્યો છે.
વિવાનના પિતા અશોકભાઈ એ કહ્યું હતું કે બાળક વિવાન મિશનને મેસેજ આપું છું કે હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે. તેમજ સામાજિક સંસ્થાઓને મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અત્યાર સુધીમાં 2 કરોડ 620 લાખ ભેગા થયા હતા. આ પૈસાને સેવાના કામ માટે ફંડમાં વાપરવામાં આવશે.