હાલમાં ગુજરાત સરકાર દ્વારા માછીમારી કરવા 1 સપ્ટેમ્બર સુધી માછીમારી કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.પરંતુ રૂપેણ બંદરનાં નાના માછીમારોને આ નિર્ણય અંગે વિરોધ હતો. રૂપેણ બંદરનાં નાના માછીમારો પેલી ઓગેષ્ટ થી માછીમારી કરવા માટે સરકારને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય લેવામા નાં આવતા આજે રૂપેણ બંદરનાં નાના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરવા માટે ગયા હતા જેથી દ્વારકા પોલીસ દ્વારા 8 માછીમારોને ઝડપી લેતાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે આ વિરોધનું સ્વરૂપ મોટું થઈ જતાં અનેક માછીમારો રોડ ઉપર આવી ગયા હતા અને ટોળું વધી જતાં વાહનોને રોકી ચક્કા જામ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ પોલીસ દોડી આવી હતી.જોકે એક કલાકના અંતે માછીમાર આગેવાનો અને પોલીસ વચ્ચે વિવાદનો અંત આવ્યો હતો અને પોલીસ દ્વારા એવી બાહેધરી આપવામાં આવી હતી કે માછીમારોની રજૂઆત ઉચ્ચ કક્ષા જાણ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.