કાલાવડમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતાં યુવાને તેની પત્નીએ દારૂ પીવાનીના પાડતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોત નિપજયું હતું. જામનગરમાં હાલાર હાઉસ પાસેના ડ્રિમસિટી સોસાયટીમાં રહેતી મહિલાએ બિમારીથી કંટાળી તેના ઘરે દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં વિકાસ નિહાલ(ઉ.વ.30) નામના યુવાનને તેની પત્ની જયોતિબેને પતીને દારૂ પિવાની ના પાડતાં મનમાં લાગી આવતાં પતિ વિકાસે ગત્ તા. 26ના રોજ સાંજના સમયે તેના ઝૂંપડામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયા ગુરૂવારે તબિબોએ મોત નિપજયાનું જાહેર કર્યું હતું આ અંગેની જાણના આધારે હેકો.એસ.એસ.જાડેજા તથા સ્ટાફે જયોતિબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે આવેલી ડ્રિમ સિટી સોસાયટીમાં મનિષાબેન ભરતભાઇ ખિમસુરિયા (ઉ.વ.36) નામની મહિલાને થાયરોઇડ અને અન્ય બિમારી હોવાથી આ બિમારીની સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાડીને બુધવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયું હતું. બનાવની જાણના આધારે હેકો.જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળિ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.