સોશિયલ મીડિયામાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. ત્યારે આવો વધુ એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર પર ચઢી યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે.
તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થતા અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામે રહેતા યુવાન આતિશ વસાવાની જાહેરનામા ભંગના ગુના હેઠળ તેમજ જાહેરમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર ઉજવણી કરવામાં આવી હતી. માટે પોલીસે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.