દેશ પર ચઢેલા ઓલિમ્પિકના ખુમાર વચ્ચે ક્રિકેટ મોરચે પણ ઉત્તેજનાસભર ખબર સામે આવી છે. ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મુકાબલો થશે.આ દિવસે રવિવાર પણ છે. જોકે આઈસીસી દ્વારા વર્લ્ડકપનો આખો કાર્યક્રમ જાહેર નથી કરાયો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટ્કકર થશે તે નક્કી છે.
આસીસી તરફથી ગયા મહિને વર્લ્ડકપમાં રમનારી ટીમોના ગ્રુપની જાહેરાત કરાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાન એક ગ્રૂપમાં છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. સુપર 12 ગ્રૂપમાં ભારત ગ્રૂપ ટુમાં છે. જેમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન પણ છે. ક્વોલિફાય થનારી બીજી બે ટીમ પણ તેમાં રહેશે. આ વર્ષે ટી 20 વર્લ્ડકપ યુએઈ અને ઓમાનામાં રમાશે. આ પહેલા વર્લ્ડકપ ભારતમાં રમાવાનો હતો પણ કોરોનાના સંકટને જોતા વેન્યૂ બદલવામાં આવ્યુ છે.જોકે યજમાન તરીકે ભારત જ રહેશે.


