મહારાષ્ટ્રના પુણેમાં અચાનક એક છોકરી રસ્તા વચ્ચે સુઈ ગઈ અને તેની આ વિચિત્ર હરકતોથી વાહનચાલકો પરેશાન થઇ ગયા અને ટ્રાફિક જામ થયો હતો. તેણીનો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પુણેમાં રસ્તા વચ્ચે આ છોકરી નશામાં હતી એટલે કે પછી મજાક કરવા આવું કર્યું કોઈ ને સમજમાં આવી રહ્યું નથી કે આખરે તેણીએ આવી હરકતો શા માટે કરી. વિડીઓમાં જોઈ શકાય છે કે તેણી રસ્તા વચ્ચે સુઈ જાય છે અને ત્યાંથી પસાર થઇ રહેલા વાહનોને રોકી રહી છે.ઘણા લોકોએ તેને ત્યાંથી દુર ખસી જવા માટે કહ્યું તો તેણીએ ના પડી દીધી અને પોલીસે પણ આ વાયરલ વિડીઓને લઇને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રસ્તા વચ્ચે આવી હરકતો કરનાર યુવતીનો કોઈએ વિડીઓ બનાવ્યો અને તે વાયરલ થયો છે.