સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રામાં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતા એક બિનવારસી મૃતદેહને રખાયો હતો. જેના કારણે મૃતદેહમાં જીવાત પડી ગઇ હતી. અને વિવાદ ઉભો થયો છે.
ધ્રાંગધ્રામાં ડોક્ટર અને સુવિધા વગરની આ હોસ્પિટલ રીફર દવાખાના તરીકે પણ પ્રખ્યાત છે. રાજ રાયસિંહજી સિવિલ હોસ્પિટલ બેદરકારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે કે, જ્યાં છેલ્લા 3 દિવસથી કોલ્ડ સ્ટોરેજ વગર બિનવારસી મૃતદેહને રાખવામાં આવતા તેમાં જીવાત પડી ગઈ હતી.
ચાર દિવસ બાદ જ્યારે અસહ્ય દુર્ગંધ આવતા તંત્રને મૃતદેહ યાદ આવ્યો હતો. તંત્ર એ બીનવારસી મૃતદેહનો અંતિમસંસ્કાર કરતા સેવાભાવીઓને બોલાવતા મૃતદેહમાં અસંખ્ય જીવાતો પડી ગઈ હોવાનું જણાતા સેવાભાવી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. હવે આ ગંભીર મામલે ઉચ્ચ વહીવટીતંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.