Monday, December 23, 2024
Homeરાજ્યપિરોટન ટાપુ પર પ્રગટેશ્વર મહાદેવને રૂદ્રાભિષેક માટે મંજૂરી મંગાઇ

પિરોટન ટાપુ પર પ્રગટેશ્વર મહાદેવને રૂદ્રાભિષેક માટે મંજૂરી મંગાઇ

- Advertisement -

હિન્દુ સેના દ્વારા પિરોટન ટાપુ ઉપર શ્રાવણ માસ નિમિત્તે પ્રગટેશ્વર મહાદેવને રૂદ્રાભિષેક કરવા માટે જિલ્લા કલેકટર તથા મરિન નેશનલ પાર્ક પાસે મંજૂરી માંગવામાં આવી છે. આગામી તા. 16 ઓગસ્ટના રોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે હિન્દુ સેનાના 10 વ્યક્તિ દ્વારા રૂદ્રાભિષેક તેમજ જલાભિષેક કરવા માટે મંજૂરી માંગી છે. તેમાં જણાવ્યું છે કે, માત્ર રૂદ્રાભિષેક કરી પરત આવી જવાશે. પિરોટન ટાપુ પર આવેલ દરગાહ માટે મંજૂરી અપાઇ છે. તો પ્રગટેશ્વર મહાદેવ મંદિરે જવા માટે પણ મંજૂરી આપવા માંગણી કરાઇ છે. ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પિરોટન ટાપુ પર રૂદ્રાભિષેક માટે પરવાનગી માંગતા હોવા છતાં મળતી ન હોય, આ વખતે શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેનાના કાર્યકરો સાથે લઇ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પ્રાર્થના કરવા પહોંચશે. તેમ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular