17મી ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થાય તેવી શક્યતા છે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે કલ્યું હતું કે 17મીથી હાઇકોર્ટની પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરના કારણે માર્ચ-2020થી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ કરવામાં આવી હતી અને તમામ ખંડપીઠો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ જુદી જુદી બેઠકો યોજીને આ મુદે ચર્ચા-વિચારણા કરી છે. ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ચીફ જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવશી શરૂ કરવા માટે અરજીઓ પણ કરી હતી. પરંતુ ગત અઠવાડિયે તેમણે હાઈકોર્ટની કાર્યવાહીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો 28 જુલાઈ સુધીમાં કોર્ટમાં સુનાવણી ન થાય તો તે સામે ધરણા કરવામાં આવશે. તેમજ કોર્ટના તમામ ઓફિશિયલ કાર્યક્રમોમાંથી બોયકોટ કરવામાં આવશે. જોકે, હજી પણ કોર્ટે પ્રત્યક્ષ સુનાવશી ક્યારથી શરૂ થશે તે અંગે કોઇ ચોક્કસ સ્પષ્ટતા નથી કરી.