જામનગર શહેરમાં એસવીઇટી કોલેજ પાછળના રામનગર વિસ્તારમાં રહેતી તરૂણીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં એસવીઇટી કોલેજ પાછળના રામનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ રણછોડભાઇ રોરિયા નામના શ્રમિક આધેડની પુત્રી ધારાબેન રોરિયા (ઉ.વ.15) નામની અભ્યાસ કરતી તરૂણીએ શનિવારે સવારના સમયે તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તરૂણીને સારવાર માટે બેશુધ્ધ હાલતમાં જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણના આધારે હે.કો. જે. એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ તરૂણીના પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.