Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઅફઘાન એરફોર્સની એરસ્ટ્રાઇક 254 તાલિબાનીઓનો ખાત્મો

અફઘાન એરફોર્સની એરસ્ટ્રાઇક 254 તાલિબાનીઓનો ખાત્મો

અફઘાનિસ્તાનમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે. એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરેલી એર સ્ટ્રાઈકમાં 254 તાલિબાની આતંકીઓનો ખાત્મો કર્યો છે અને 97 આતંકીઓ ઘાયલ થયા છે. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના 13 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી.

એવુ મનાય છે કે, તાલિબાની આતંકીઓ પરની અત્યાર સુધીના આ સૌથી મોટી કાર્યવાહી છે. આવા એક હવાઈ હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઈ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યુ છે. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનીઓના બંકરને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. જેમાં 10 આતંકીઓના મોત થયા છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાનોએ દેશ પર કબ્જો જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે હવે તેમને રોકવા માટે અફઘાનિસ્તાને એર પાવરનો ઉપયોગ શરૂ કર્યો છે. આ વર્ષના પહેલા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે 47 ટકાનો વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાન ખુલ્લેઆમ તાલિબાનને પ્રોત્સાહન આપી રહ્યુ છે અને તેની મદદ કરી રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular