આગામી તા.1લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ’સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામા પણ તા.1 થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત જામનગર કલેકટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ જામનગર જિલ્લામા ઉજવણી કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે તા.1/8/2021 ના રોજ ’જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં ’જ્ઞાન શક્તિ દિવસ’ ઉજવણી કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી જે.ડી.વી. ક્ધયા વિદ્યાલય જોડીયા ખાતે યોજાશે તેમજ જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ધંવનતરી હોલ તથા સરકારી માધ્યમિક શાળા સણોસરી તા.લાલપુર ખાતે પણ સવારે 10 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમા આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ટેબલેટ વિતરણ, શોધ યોજના તથા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે લાભાર્થીઓને ચેક વિતરણ, જે.ડી.વી. ક્ધયા શાળા જોડીયા તથા વિવિધ 33 સ્થળોએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનુ લોકાર્પણ,વિવિધ 16 સ્થળોએ પ્રાથમિક શાળાઓમાં મંજુર થયેલ વર્ગખંડોનુ ખાતમૂહુર્ત તેમજ સરકારી માધ્યમિક શાળા સણોસરી ખાતે આઈ.સી.ટી. લેબોરેટરીનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ લોકાર્પણ/ખાતમુહુર્તનુ કાર્યક્રમના સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.આમ, જિલ્લામા કુલ 52 સ્થળોએ લોકાર્પણઅને ખાતમુહૂર્તના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે.
કાલથી સુશાસનના પાંચ વર્ષની ઉજવણી
તા. 1 થી 9 ઓગસ્ટ દરમિયાન પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન