Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં સગર્ભાઓ માટે રસિકરણ બૂથનો કલેકટરના હસ્તે પ્રારંભ

જી.જી. હોસ્પિટલમાં સગર્ભાઓ માટે રસિકરણ બૂથનો કલેકટરના હસ્તે પ્રારંભ

માતાઓ અને ગર્ભસ્થ શિશુને કોરોના મહામારીથી બચાવવા રસી લેવા અપીલ કરતા કલેકટર

- Advertisement -

ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં સગર્ભા માતાઓ તથા ઓછી ઈમ્યુનીટી ધરાવતા/હાયરિસ્ક બાળકોના વાલીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રસીકરણ બુથનો કલેક્ટર સૌરભ પારધીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરએ સગર્ભા માતાઓને કોઈપણ ભય વગર સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-19 પ્રતિરોધક રસી લઈ આ મહામારીથી સ્વયંને અને પોતાના શિશુને સુરક્ષિત રાખવા માટેના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ તકે, સંસ્થાના ડીન નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક દિપક તિવારી, અધિક ડીન એસ.એસ.ચેટરજી તથા વિવિધ વિભાગના વડા/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular